HomeGujaratOpening Bell : Share Bazaar SENSEX 1000 અંક નીચે ખુલ્યો-India News...

Opening Bell : Share Bazaar SENSEX 1000 અંક નીચે ખુલ્યો-India News Gujarat

Date:

Opening Bell : Share Bazaarમાં કડાકા સાથે કારોબારની શરૂઆત, SENSEX 1000 અંક નીચે ખુલ્યો-India News Gujarat

સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ 237.44 (0.41%) પોઈન્ટ ઘટીને 58,338.93 પર અને નિફ્ટી 54.65 (0.31%) પોઈન્ટના ઘટાડા સાથે 17,475.65 પર બંધ થયો હતો

નબળા વૈશ્વિક સંકેત સહિતના નકરતામ્ક પરિબળોની અસર વચ્ચે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો દેખાયો(Opening Bell ) છે.

આજે SENSEX 1,000.35 અથવા 1.71%  ઘટાડા સાથે 57,338.58 ઉપર ખુલ્યો છે.

બીજી તરફ NIFTY એ 292.20 અંક મુજબ 1.67% નુકસાન સાથે 17,183.45 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો છે.

છેલ્લા સત્રમાં સેન્સેક્સ 237.44 (0.41%) પોઈન્ટ ઘટીને 58,338.93 પર અને નિફ્ટી 54.65 (0.31%) પોઈન્ટના ઘટાડા સાથે 17,475.65 પર બંધ થયો હતો.

આજના કારોબારમાં સેન્સેક્સ 57122 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો તો નિફટી 17183 સુધી ગગડ્યો હતો.

Opening Bell : વૈશ્વિક સંકેત નબળાં

  • વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે.
  • અમેરિકી બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુધવાર અને ગુરુવારે યુએસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.
  • બુધવારે 350 પોઈન્ટની તેજી બાદ ગુરુવારે ડાઉ સરકી ગયો હતો.ગુરુવારે તે 110 પોઇન્ટ લપસીને દિવસના નીચલા સ્તરે બંધ થયો હતો.
  • Nasdaq અગાઉના દિવસનો સંપૂર્ણ 2% વધારો ગુમાવ્યો હતો. વધતી જતી બોન્ડ યીલ્ડ અને મિશ્ર પરિણામોએ રોકાણકારોનો મૂડ ખરાબ કર્યો છે.
  • 10-વર્ષની બોન્ડ યીલ્ડ 2.8% થી આગળ વધી ગઈ છે. SGX નિફ્ટી પણ નબળો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય બજારો માટે સંકેત સારા નથી.
  • SGX નિફ્ટી 30 પોઈન્ટ ઘટીને 17290ની નજીક ફ્લેટ થઈ ગયો હતો. જાપાનનું બજાર નિક્કી લગભગ 450 પોઈન્ટ તૂટ્યું હતું. ડાઉ ફ્યુચર પણ 150 પોઈન્ટ નબળો પડ્યો હતો

આજે આ ખબરો ઉપર રાખજો નજર

વર્લ્ડ  બેંકે ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું

વર્લ્ડ બેંકે ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે નાણાકીય વર્ષ 2023માં જીડીપી 8.7 ટકાને બદલે 8 ટકા થવાની ધારણા છે.

COAL INDIA

કેબિનેટએ નિર્ણય કર્યો છે કે જે જમીન હવે કોલસાની ખાણના ઉપયોગમાં નથી તે અન્ય કામ માટે આપી શકાય છે. જમીનનો ઉપયોગ કોલસા અને ઉર્જા સંબંધિત ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે થઈ શકે છે. કોલ ઈન્ડિયા સાથેના સંયુક્ત સાહસ દ્વારા ખાનગી કંપનીઓને લીઝ પર જમીન આપી શકાય છે.

PVR  / INOX

KGF 2 એ બે દિવસમાં  230 કરોડની કમાણી કરી છે.

ગેસની કિંમતમાં વધારો

દિલ્હીમાં PNGની કિંમતમાં 4.25/SCM વધારો જયારે CNGની કિંમતમાં 2.5/kg વધારો કરાયો છે.

ગુજરાત ગેસએ CNG ની કિંમત 2.58/kg થી વધારો અને  PNG ની કિંમતમાં 2.64/SCM વધારો લાગુ કર્યો છે.

TATA STEEL

3 મેના રોજ યોજાનારી બોર્ડ મીટિંગમાં શેર વિભાજન અંગે પણ વિચારણા કરવામાં આવશે. પરિણામ, વચગાળાના ડિવિડન્ડને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

TATA POWER

BlackRock-Mubadala Tata Power Renewables માં 4000 કરોડનું રોકાણ કરશે. કન્સોર્ટિયમમાં બ્લેકરોક રિયલ એસેટ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની ટાટા પાવર રિન્યુએબલ્સમાં 10.53% હિસ્સો ખરીદશે. સમગ્ર મૂડીનો ઉપયોગ વ્યવસાયના વિકાસ માટે કરવામાં આવશે. ડીલ મુજબ ટાટા પાવર રિન્યુએબલનું વેલ્યુએશન 34 હજાર કરોડ આંકવામાં આવ્યું છે.

ડોલર મજબૂત  થયો

ડૉલર મજબૂત થયો અને  જાપાનનો યેન 20-વર્ષની નીચી સપાટીએ.

સોનાની સ્થિતિ

બીજા સપ્તાહમાં પણ સોનું વધ્યું છે જેનો ભાવ 1 મહિનાની ટોચે પહોંચ્યો છે.

ક્રૂડના ભાવમાં ભડકો

ક્રૂડનો ઉછાળો તેલમાં મોટો ઉછાળો, બ્રેન્ટ $113ને વટાવી ગયો, રશિયા પરના પ્રતિબંધોને કારણે તેલમાં તેજી નોંધાઈ છે.

છેલ્લા સત્રનો કારોબાર

  • સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 237.44 (0.41%) પોઈન્ટ ઘટીને 58,338.93 પર અને નિફ્ટી 54.65 (0.31%) પોઈન્ટના ઘટાડા સાથે 17,475.65 પર બંધ થયો હતો.
  • સેન્સેક્સ 334 પોઈન્ટના વધારા સાથે 58,910 પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 17,59 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો.
  • સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન તેણે 59,003.82 ની ઊંચી અને 58,291.23 ની નીચી સપાટી બનાવી હતી.

તમે પણ આ વાંચી શકો છો –

GST Rates:GSTના દરમાં થઇ શકે છે ફેરફાર

તમે પણ આ વાંચી શકો છો –

Share Market Opening Bell:Sensex 58910 ઉપર ખુલ્યો

SHARE

Related stories

Latest stories