100 શહેરના 700થી પણ વધારે ડેલીગેટ્સ Surat શહેરમાં આવશે–India News Gujarat
Suratમાં આગામી તારીખ 18,19 અને 20 એપ્રિલ એમ ત્રણ દિવસ માટે સરસાણા સેન્ટર ખાતે સ્માર્ટ સિટી સમિટનું (Smart City Summit) આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ ઈવેન્ટ માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.-Latest Gujarati News
- 100 શહેરના 700થી પણ વધારે ડેલીગેટ્સ સુરત શહેરમાં આવવાના હોવાથી સુરત શહેરની સારી છબી ઉપસે એ માટે તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- સુરત શહેર જે સતત ત્રણ વર્ષથી સ્માર્ટ સટીમાં પ્રથમ નંબરે આવી રહ્યું છે તેની સ્માર્ટનેસ બતાવવા માટે ટેક્નોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
Surat સ્માર્ટ સિટી સમિટમાં એક ખાસ રોબોટ પણ મૂકવામાં આવશે–India News Gujarat
સ્માર્ટ સમિટમાં વિવિધ પેવેલિયન બનાવાયાં છે. જેમાં ખાસ ગુજરાતી કલ્ચરની ઓળખ થાય એ માટે ગુજરાતના ગામોના ચોરા અને તેની આસપાસ -શેરીઓ હોય તે રીતે મધ્ય ભાગમાં સર્કલ બનવાશે. જ્યાં બેસીને ચર્ચા-વિચારણા કરી શકે તેવી વ્યવસ્થા હશે. તેમજ તેની આજુબાજુમાં હોય એ રીતે વિવિધ પેવેલિયનો બનાવવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા આ સ્માર્ટ સિટી સમિટમાં એક ખાસ રોબોટ પણ મૂકવામાં આવશે. જે લાઈવ સમગ્ર ઈવેન્ટમાં ફરશે અને લોકોને કોરોના તેમજ ઈવેન્ટ વિશેની માહિતી આપશે.-Latest Gujarati News
- આ સ્માર્ટ સિટી સમિટ સૌથી અનોખુ અને નવીન બની રહેશે.
- આ સમિટમાં કુલ પાંચ મુદ્દા આવરી લેવાશે. જેમાં ડિજિટલ ગવર્નન્સ, રિ- ઈમેજિંગ પબ્લિક પ્લેસિસ, ઈનોવેશન, સ્માર્ટ ફાયનાન્સ (પીપીપી) તેમજ ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝનનો સમાવેશ થાય છે.
- સમિટમાં અદ્યતન ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો (I.T) ઉપયોગ કરવામાં આવશે તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી (A.I)નો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. રોબોટમાં સેન્સર મુકાશે અને તે લોકોને ઈવેન્ટ વિશેની માહિતી આપશે.
- મનપા દ્વારા ખાસ આ ઈવેન્ટ માટે ડેવલપ કરવામાં આવેલી એપ થકી લોકો સરળતાથી કોઈપણ પેવેલિયનમાં ભાગ લઇ શકશે.
સમિટમાં બાઇસીકલ પણ મૂકવામાં આવશે.જેથી લોકો ફરવા માટે તેનો પણ ઉપયોગ કરી શકશે –India News Gujarat
Surat માં યોજાનારા આ સમિટમાં ઈલેક્ટ્રિક વાહનોને પણ પ્રમોટ કરવામાં આવશે. સમિટમાં કુલ 49 ઇવી બસ અને 5 ઇવી કાર અને ઇ-બાઇક સાથે પબ્લિક સાઇક્લ શેરિંગ સિસ્ટમનો ઉપયોગ સ્થળ પર કરવામાં આવશે. મનપા દ્વારા સમિટમાં બાઇસીકલ પણ મૂકવામાં આવશે. જેથી લોકો ફરવા માટે તેનો પણ ઉપયોગ કરી શકશે. તેમજ આ ઈવેન્ટમાં પ્લાસ્ટિકનો બિલકુલ પણ ઉપયોગ કરાશે નહીં, ડેલિગેટ્સને પાણી પણ કાચની બોટલમાં અપાશે.-Latest Gujarati News
700થી વધારે ડેલિગેટ્સ દ્વારા આ ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરી દેવાયું–India News Gujarat
18થી 20 એપ્રિલ દરમિયાન Surat માં યોજાનારા સ્માર્ટ સિટી સમિટમાં ડેલિગેટ્સ માટે એક દિવસ સાઇટ મુલાકાતનો રાખવામાં આવ્યો છે. જેમાં મનપા દ્વારા ડેલિગેટ્સને વિવિધ વિકલ્પ આપવામાં આવ્યાં છે. મનપાની વિવિધ પ્રોજેક્ટ સાઈટ, કિલ્લાની સફર અને સ્ટેટ્યુ ઓફ યુનિટીની સફરનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. મનપા દ્વારા ડેલિગેટ્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. હાલમાં 700થી વધારે ડેલિગેટ્સ દ્વારા આ ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરી દેવાયું છે. તેમજ સાઈટ વિઝિટ માટે સૌથી વધુ રજિસ્ટ્રેશન સ્ટેટ્યુ ઓફ યુનિટી માટે આવ્યાં છે.-Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: Demand of Congress : વરાછામાં કોલેજ સહિતની વિવિધ માંગને લઈને કોગ્રેસ આંદોલન છેડશે
તમે આ વાંચી શકો છો: Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર