HomeGujaratIPLની મેચ પર ગુજરાતમાં સટ્ટા રેકેટનો સુરતમાં પર્દાફાશ- India News Gujarat

IPLની મેચ પર ગુજરાતમાં સટ્ટા રેકેટનો સુરતમાં પર્દાફાશ- India News Gujarat

Date:

IPLની મેચ પર સટ્ટો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અડાજણમાંથી ઝડપ્યુ  નેટવર્ક – India News Gujarat

IPL ટુર્નામેન્ટ શરૂ થવાની સાથે જ દેશભરમાં સટોડીયાઓ સક્રિય થઇ જતા હોય છે. આવા સંજોગોમાં સુરતમાંથી IPLનું રાજ્યવ્યાપી સટ્ટા કૌભાંડ ઝડપાયુ છે અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજ્યના મુખ્ય બુકીઓ સાથે સંકળાયેલા IPLના  તમામ બુકીઓના નામોનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર IPL સટ્ટા  કૌભાંડ અડાજણ પોલીસના નાક નીચેથી ઝડપી લઇને સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ વધુ એક વખત તેમનું નેટવર્ક સ્થાનિક પોલીસ કરતા વધારે મજબુત હોવાનું સાબિત કર્યુ છે. ગાંધીનગરની વિજીલન્સની ટીમે અડાજણ ગૌરવ પથ રોડ પર ગોથીક હેરીટાઇઝ એપાર્ટમેન્ટના ફલેટમાંIPL  ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમાડતા સટોડીયા આકાશ રમેશ ચાંદરાણી(રહે,ગોથીક હેરીટાઇઝ, અડાજણ)ને ઝડપી લીધો છે. તેની પાસેથી  વિજીલન્સની ટીમે લેપટોપ, 29 મોબાઇલ, રાઉટર, ચાર્જર, રોકડ સહિત રૂપિયા 82, 690નો મુદામાલ કબજે કર્યો છે. તે IPLની અલગ અલગ મેચો ઉપર વલણ લેતો હતો.- India News Gujarat

IPL પર રમાડાતા સટ્ટામાં રાજ્યભરમાંથી કોના કોના નામ ખુલ્યા  – India News Gujarat

સુરતમાંથી ઝડપાયેલા સટોડિયા પાસેથી મળેલી વિગતો પ્રમાણે IPL સટ્ટા બેટીંગનું કટીંગ લેનાર કમલેશ પાટણ, શિવમ જુનાગઢ, રાધે અમદાવાદ, અનિલ અમદાવાદ, મયુર ભાણો, ટવેન્ટી, ચંદ્રકાંત, સીવીસી, એમવાય, ડીવીએલ, સંગમ, એબીબી, એપીડી, દિપક પટ(રહે, ચોરવાડ, વેરાવળ),એમટીઆર, પીડીએમ, આરઆઈ, રવિ, મુકેશ મોર્ડન, એમએમ મેનુ રાજકોટ, આરઈ, આરએમ, આરએન, મુન્ના, દિનેશ, જેઆઈપી, એફઆઈ, જીતુ, જીગ્નેશ, ડીઆર, વીપી, એવન, બીઓ, જીએલટુ, કેઆઈએસ, કેવી, એલટુ, એલડીટુ, લોટસ આઈડી, પીઆરકે, મયુર પટેલ, એસજી, સંજય મોરબી, સોનુ કેસોદ, એસઆર, એસએસ, એસયુબી, એસવી, અશ્વિન, જીયુ સહિત 50 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી આકાશ ચાંદરાણીના લેપટોપમાંથી 19.38 લાખનો IPL  સટ્ટાનો હિસાબ મળ્યો છે. એટલું જ નહિ IPLસટ્ટાની રકમ સટ્ટોડીયો હવાલાથી નાણા ચુકવણી કરતો હતો. IPL સટ્ટોડીયાના કનેકશન રાજકોટ, જેતપુર,અમદાવાદ, પાટણ, વાપી, મહેસાણા, મોરબી, વેરાવળ, મુંબઈ, અને જુનાગઢ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં આગામી દિવસોમાં હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો હાથ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Will start english medium school in all zones of surat : સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે 

આપ આ પણ વાંચી શકો છોઃ-મહિલાના Organ donation થકી પાંચ વ્યક્તિને મળ્યું નવજીવન

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories