Lord Mahavir Swami ની જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી – India News Gujarat
સુરત શહેરની જાણીતી સેવા સંસ્થા પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા Lord Mahavir Swami ભગવાન મહાવીર સ્વામીના (Lord Mahavira Swami) જન્મકલ્યાણ નિમિત્તે આજે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. Lord Mahavir Swami મહાવીર સ્વામીના જન્મકલ્યાણ (Birth anniversary of Mahavir Swami)સહિત પૂ. પદ્મદર્શનજી મ.સા.નો તથા સંસ્થાના કર્મઠ સેવાભાવી વજુભાઈ પારેખનો પણ તા.14 ના રોજ જન્મદિવસ હોવાથી લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
સંસ્થા દ્વારા કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી અવિતરત સુરત શહેર અને ગુજરાત સહિત પાડોશી રાજયોમાં સેવાકાર્યો કરાયા હતા.-Latest Gujarati News
શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા કરાયું – India News Gujarat
આ સમારોહ બાબતે યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિરવ શાહએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર જેટલા વર્ષોથી આ દિવસની ઉજવણીમાં સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવે છે.-Latest Gujarati News
1 લાખથી વધુ લાડુના વિતરણ
જેમાં હજારો યુવક, યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે, મંડપો બાંધવામાં આવે છે, (Lord Mahavir Swami) ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનોથી વાતાવરણ સુમધુર થઈ જતું હોય છે. ધ્વજા પતાકા લહેરાતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રીક્ષા ચાલક, દ્વિ ચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય (Lord Mahavir Swami) મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને 1 લાખથી વધુ લાડુના વિતરણ દ્વારા “મ્હો મીઠું” કરાવવામાં આવ્યું હતુ.
સત્ય, કરુણા, અહિંસા, જીવદયા, ક્ષમા અને અપરિગ્રહ જેવા તત્વો પર આધારિત જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર (Lord Mahavir Swami) મહાવીર સ્વામીના જન્મદીનની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ -સામાજીક સંસ્થાના અગ્રણીઓ સહિત જૈન ભાઈઓ અને બહેનો પણ હર્ષોલ્લાસભેર ભાગ લે છે તથા વિવિધ વ્યાપરી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પણ આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.-Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: Will start english medium school in all zones of surat : સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે
તમે આ વાંચી શકો છો: SMC Corona Varient-સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી