HomeGujaratPetrolDiesel Rate:વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો?-India News Gujarat

PetrolDiesel Rate:વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો?-India News Gujarat

Date:

Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા-India News Gujarat

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

આજે સતત નવમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો(Petrol Diesel Price Today) યથાવત છે.

દેશમાં 6 એપ્રિલથી પેટ્રોલ અને Diesel ભાવ સ્થિર છે.

6 એપ્રિલે પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 80 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો જોવા મળ્યો હતો.

વેટને કારણે પેટ્રોલ(Petrol)  અને ડીઝલ(Diesel)ની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે.ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને કારણે લગભગ સાડા ચાર મહિના (4 નવેમ્બર 2021થી 21 માર્ચ 2022) સુધી પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

10 માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

જે બાદ 22 માર્ચથી ભાવ(Rate) વધવા લાગ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે.

અત્યારે તે 105 ડોલરની નજીક છે.

ક્રૂડ ઓઇલમાં નરમાશએ ભારત માટે મોટી રાહત છે કારણ કે આપણે તેલની જરૂરિયાતના 85 ટકા આયાત કરીએ છીએ.

Petrol Diesel Rate: દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  1. દિલ્હીમાં પેટ્રોલ (Petrol)રૂ. 105.41 અને ડીઝલ  (Diesel) રૂ. 96.67 પ્રતિ લીટર
  2. મુંબઈમાં પેટ્રોલ (Petrol) રૂ. 120.51 અને ડીઝલ (Diesel) રૂ. 104.77 પ્રતિ લીટર
  3. ચેન્નાઈ પેટ્રોલ (Petrol) રૂ. 110.85 અને ડીઝલ (Diesel) રૂ. 100.94 પ્રતિ લીટર
  4. કોલકાતા પેટ્રોલ (Petrol) રૂ. 115.12 અને ડીઝલ (Diesel) રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ(Petrol) 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલ(Diesel)ની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ(Petrol) 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલ(Diesel) ની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Rate :ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

Petrol Diesel Rate: તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel )ના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.

તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.

ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે.

મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે.

એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે.

HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

તમે પણ આ વાંચી શકો છો –

Fuel Price:સૌથી મોંઘો LPG ભારતમાં, Petrol વિશ્વમાં ત્રીજા અને Diesel આઠમાં ક્રમે મોંઘા

તમે પણ આ વાંચી શકો છો –

Share Market Opening Bell:Sensex 58910 ઉપર ખુલ્યો

SHARE

Related stories

Latest stories