zero electricity bill સાથે ક્રેડિટ પણ મળશે – India News Gujarat
સુરતમાં સોલાર પાવર પ્લાન્ટ થી (zero electricity bill) શૂન્ય વિજબીલ આવાનો સુરત મહાનગર પાલિકા એ દાવો કર્યો છે,ઉપરાંત Zero બિલ સાથે ક્રેડિટ મળવાનો પણ લાભાર્થી એ બિલ બતાવી ખુશી વ્યક્ત કરી છે,
- ઉનાળમાં સુરત શહેરમા સોલાર પાવર પ્લાન્ટ નું ઉત્પાદન વધ્યું છે,
- દેશની સોલાર ઊર્જા પૈકી ૩ ટકા અને રાજ્યની સોલાર ઊર્જા પૈકી ૧૨ ટકા સુરતમાં પેદા થાય છે.
- પાવર પ્લાન્ટ થકી વાર્ષિક ૨૯ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે.
હાલ સોલાર સિટી પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં સોલાર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે.આ અંગે મનપા એડિશનલ સીટી ઈંજીનીયર એ જણાવ્યુ હતુ કે શહેરના ૪૨ હજારથી વધુ ઘરો પર ૨૦૫ મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પાવર પ્લાન્ટ થકી વાર્ષિક ૨૯ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે.Latest Gujarati News
શહેરીજનોને સોલાર પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ
પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં ૪૧૮ મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર ને પ્લાન્ટ સ્થાપિત કરી શકાય તેમ છે. સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે. સુરતને સોલાર સિટી બનાવવા માટે ૧૦૦ ટકા – લક્ષ્યાંક સુધી પહોંચવા માટે શહેરીજનોને સોલાર પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરાય છે,જેનો સીધો લાભ સોલાર પ્લાન્ટ લગાવનાર ને થશે,
આ અંગે સોલાર નો લાભ થનાર એક લાભાર્થી એ .આસિસ નાયક જણાવ્યુ હતુ કે મારા ઘર નું લાઈટ બિલ બે મહિનાનું ૨૦૦૦ થી ૨૭૦૦ રૂપિયા બિલ આવતું હતું ત્યાર બાદ મેં ૨૦૧૮માં સોલાર પ્લાન નખાવ્યું ત્યાર થી વીજ બિલ મારુ (zero electricity bill) શૂન્ય થઈ ગયું ઉપરાંત ક્રેડિટ જમા થાય છે.વધુમાં તેમણે એ પણ ઉમેર્યું હતું કે ઉનાળામાં એરકન્ડિશન્ડ ચાલે અને પંખ્ખા પણ ચાલે ત્યારે યુનિટ બેલેન્સ થઈ જાય અને શિયાળામાં પંખ્ખા ચાલે નહિ એટલે ક્રેડિટ ૧૦૦૦ રૂપિયા થી ૧૨૦૦ સુધીની જમા થાય એટલે કે વપરાશ પ્રમાણે ક્રેડિટ જમા થાય છે,જેનાથી આંખું એક મહિના ના બિલ ના પૈસા જમા થાય છે,,જ્યારે થી સોલાર લગાવી ત્યાર થી (zero electricity bill) બિલ શૂન્ય આવતા બિલ ભરવાની નોબત આવી નથી,જેથી બચત થતા રાહત થઈ છે.Latest Gujarati News
ભારત સરકારની સબસડીનો લાભ લઇ શહેરીજનો પોતાનું (zero electricity bill) વીજિબલ શૂન્ય કરી શકે – India News Gujarat
એડિશનલ સીટી ઈંજીનીયર કે એચ ખટવાની એ જણાવ્કેયું કેન્દ્ર સરકાર એકથી ત્રણ કિલોવોટ સુધીની ક્ષમતા માટે નિયત કિંમતના ચાલીસ ટકા રકમ સબસિડી પેટે આપે છે જ્યારે ૪ થી ૧૦ કિલોવોટ ક્ષમતા માટે કેપિટલ કોસ્ટના ૨૦ ટકા જેટલી રકમ સબસિડી પેટે આપવામાં આવે છે. એપાર્ટમેન્ટના કોમન વપરાશ માટે ૧ કિલોવોટર થી ૫૦૦ કિલોવોટ સુધીની ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ માટે નિયત કિંમતના વીસ ટકા રકમ સબસિડી તરીકે આપવામાં આવે છે. ભારત સરકારની સબસડીનો લાભ લઇ શહેરીજનો પોતાનું વીજિબલ શૂન્ય કરી શકે એમ છે.Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: ઉદ્યોગ Exhibitionની 15 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
તમે આ વાંચી શકો છો: How to Run Family Business પ્રોફેશનલી વિશે સેમિનાર