મહુવાના સેવાસણમાં purna river પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનન -India News Gujarat
સુરતના મહુવાના સેવાસણમાં આવેલી purna river પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. સ્થાનિકોએ CM અને કલેક્ટરને ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટરની સૂચના બાદ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ગઈ કાલ સવારથી જ શરૂ થયેલી કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં પોલીસે 48 ટ્રકો, 2 સ્ટીમર, 5 નાની બોટ, બે હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે. -Latest Gujarati News
ગ્રામજનોની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાઇ -India News Gujarat
જણાવી દઇએ કે, સુરત જિલ્લાના સેવાસણ ગામમાંથી વહેતી પૂર્ણા નદીમાંથી છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે રેતીખનન થતું હતું. જે અંગે ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા છેવટે મુખ્યપ્રધાન સુધી લેખિતમાં ફરીયાદ કરાઇ હતી. આથી આ ફરિયાદના આધારે બારડોલીના પ્રાંત અધિકારી SDM સ્મિત લોઢાએ શનિવારના રોજ સ્થળ પરથી ટ્રકો સહિત કરોડોની મશીનરી અને સાધનો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.-Latest Gujarati News
- શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા રેતી ખનન
- 48 ટ્રકો સહિત પોલીસે કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો
તપાસ પૂર્ણ કર્યા બાદ સુરત ભૂસ્તર વિભાગને આગળની તપાસ સોંપાશે
આ તપાસમાં બારડોલી પ્રાંત અધિકારીની સાથે મહુવા અને બારડોલી મામલતદાર, નાયબ મામલતદાર, મહુવા પોલીસ મથકનાં સ્ટાફ સહિત મામલતદારનો સ્ટાફ કામે લાગી ગયો હતો. હાલમાં આ મામલે વધુ તપાસ શરૂ છે. જો કે, તપાસ પૂર્ણ કર્યા બાદ સુરત ભૂસ્તર વિભાગને આગળની તપાસ સોંપવામાં આવશે. -Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો: 502 grams of gold dust powder worth Rs 23.60 lakh stolen 6 accused arrested : 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી
તમે આ પણ વાંચી શકો છો: Surat Airport-એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆત