HomeGujaratCar accident : થાર કારનું સ્ટીયરીંગ લોક થતા ગાડી પલટી મારી જુઓ...

Car accident : થાર કારનું સ્ટીયરીંગ લોક થતા ગાડી પલટી મારી જુઓ વિડીઓ – India News Gujarat

Date:

Car ડીવાઈડર કુદાવી  દીવાલ સાથે અથડાઈ પલટી મારી  – India News Gujarat

કતારગામ વિસ્તારમાં લક્ઝરીયસ Car થાર એ (Car accident) અકસ્માત સર્જ્યો હતો. ચાલુ કારે સ્ટીયરીંગ લોક થતા કાર પલટી મારી  ગઈ હતી અને દીવાલ સાથે અથડાઈ હતી. ઘટના બનતાજ આસપાસનું  લોકટોળું એકઠું થયું હતું.જો કે accident સમયે રોડ પર ઉભા રહી આઈસ્ક્રીમ ખાઈ રહેલા ત્રણ યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. અને આ સમગ્ર ઘટના સી સી ટી વીમાં કેદ થઇ હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે એક એવો accident થયો જોઈને લોકો પણ ચોંકી ઉઠયા હતા.જ્યાં રાત્રીના સમયે યુવાને થાર કાર હંકારતા કતારગામ પોલીસ સ્ટેશન સર્કલ પર આવ્યા બાદ ગાડી નો સ્ટેરીગ અચાનક લોક થઇ ગયો હતો. જેથી ગાડી સામેની દીવાલ માં ધડાકાભેર અથડાઈ હતી.સ્થાનિક લોકોએ ધડાકાભેર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા.અને લોકટોળું એકઠું થઇ ગઈ હતું. અને તાત્કાલિક ગાડી માં રહેલા ડ્રાઈવરને બહાર કાઢવાની કામગીરી કરી હતી.-Latest Gujarati News

સ્ટેરીગ લોક થતા અકસ્માત થયો : કાર  ડ્રાઈવર

આ થાર કાર નું સ્ટેરીગ લોક થઈ જતા આ ગાડી નો accident થયા હોવાનું ગાડીના ડ્રાઈવર નું કહેવું છે પણ જે પ્રકારે accident થયો હતો તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ સમગ્ર accident માં કોઈ જાનહાની થઈ નથી પણ જે રીતે accident ની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઉઠયા હતા.-Latest Gujarati News

  • સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 

  • અત્યાધુનિક આ ગાડીનું ચાલુ ગાડીએ સ્ટેરીગ લોક કેવી રીતે થયું ? એ પણ મોટો સવાલ  

સુરતમાં દરરોજ સવાર પડેને ગાડીઓના accidentની ઘટનાઓ સામે આવતી હોય છે . ત્યારે જે  રીતે આ accident ની ઘટના તે જોતા  લોકો પણ ચોંકી ઉઠયા હતા.અને  અત્યાધુનિક આ ગાડી નો સ્ટેરીગ લોકએવું તો કેવી રીતે લોક થઈ ગયું જે ને લઈ આ અકસ્માત  થયો. રાત્રીના અરસામાં બનેલી આ ઘટનામાં રોડ પર વધુ લોકો ન હોવાને કારણે કોઈનો જીવ જોખમમાં નથી મૂકાયો  પરંતુ જો accident દિવસે થયો હોત તો ચોક્કસ કોઈ વ્યક્તિને ઇજા અથવા કોઈ વ્યક્તિનું જીવ પણ ગયો હોત એ વાત નકારી શકાઈ નહિ.-Latest Gujarati News

ત્રણ યુવાનોના જીવ માંડ બચ્યા  – India News Gujarat

રાત્રી ના સમયે બનેલી આ accident ના સમયે ત્રણ યુવાનો રોડ નજીક આઈસ્ક્રીમની દુકાન પાસે ઉભા રહી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. અને તેજ સમયે એક એક આ લાલ કલરની થાર કાર ડીવાઈડર કુદાવી ઉભેલા યુવાનો નજીક દીવાલ પાસે અથડાઈ હતી.અને પલટી મારી ગઈ હતી. જ્યાં નજીક ઉભા રહી આઈસ્ક્રીમ ખાઈ રહેલા યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. અને તાત્કાલિક ગાડી માં રહેલા ડ્રાઈવરને બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ સમગ્ર accident માં કોઈ જાનહાની થઈ નથી. -Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો: Rs 10,000 bribe લેતા ઝડપાયો કપરાડાનો તલાટી મંત્રી

તમે આ પણ વાંચી શકો છો: Fact Check-સરકારે જણાવ્યું સત્ય Kisan Credit Card

 

SHARE

Related stories

Latest stories