HomeGujaratSurat Technology Upgrade TTDS - નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક-India...

Surat Technology Upgrade TTDS – નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક-India News Gujarat

Date:

Surat Technology – અપગ્રેડેશન સ્કીમ બંધ અને TTDS નો અમલ નહીં થતાં Surat માં નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક-India News Gujarat

  • 31 મી માર્ચ 2022 ના રોજ ટફ સ્કીમ પૂરી કરવાની ઘોષણા કરી હતી.
  • જોકે, તા .1 લી એપ્રિલ 2022 થી તેની અવેજીમાં Textile  ઉદ્યોગને સબસિડી મળી શકે તેવી TTDS સ્કીમની કોઇ જ ઘોષણા કરી નથી.
  • ટેક્ષટાઇલ (Textile) ઉદ્યોગમાં Technology  અપગ્રેડેશન ફંડ સ્કીમ હેઠળ કાપડ ઉત્પાદન માટે નવી મશીનરી કે ટેક્નોલોજી (Technology ) ઇન્સ્ટોલેશન કરનાર કારખાનેદારોને કેન્દ્ર સરકાર દ્વારા મળતી ટફની સબસડી સ્કીમ (Scheme ) બંધ થઇ છે.
  • અને તેના વિકલ્પ રૂપે આવનારી TTDS  નામની સ્કીમના પણ કોઇ ઠેકાણા નથી.
  • જેથી Surat ના કારખાનેદારોએ નવી મશીનરીકે ટેક્નોલોજી અપગ્રેડેશનના પ્રોજેક્ટ પર બ્રેક લગાડી દીધી છે.
  • ઘણાં ફેક્ટરી માલિકોએ બેંકમાંથી સેંકશન થયેલી લોન સરેન્ડર કરાવી દીધી છે તો ઘણા કારખાનેદારોએ મશીનરીની ડિલિવરીની તારીખ પાછળ ઠેલાવી દીધી હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

Surat Textile: સરકારે ટફ સ્કીમ બંધ થવાની વિકલ્પ રૂપે શું કરશે?

  • સમગ્ર દેશના સૌથી મોટા Textile ઉધોગના ક્લસ્ટર ગણાતા Surat શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ માળખાગત મૂડીરોકાણ કાપડ ઉત્પાદન કરતી Factory અને તેની મશીનરીમાં થઇ રહ્યું છે કારણ કે કેન્દ્ર સરકારની ટફ Technology  Upgrade ફંડ સ્કીમ અન્વયે વીસ ટકા સુધીની Subsidy મળવા પાત્ર હતી.
  • તા .31 મી માર્ચ 2022 ના રોજ ટફ સ્કીમ બંધ થવાની છે અને નવી Textile  ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ ( TTDS) સ્કીમ અમલમાં મૂકાવાની છે જેમાં કુલ મૂડીરોકાણના 25 ટકા જેટલી રકમની Subsidy  મળવાની છે.
  • તેવું જાણીને Surat માં નવી મશીનરી , નવા કારખાનાઓ કે Technology અપગ્રેડ કરવા ઇચ્છતા કાપડ ઉત્પાદકોએ ફેબ્રુઆરીથી જ નવા પ્રોજેક્ટની ફાઇલોને અટકાવી દીધી હતી.
  • કેન્દ્ર સરકારની TTDS  સ્કીમમાં વધુ લાભ મળશે તેવી આશાએ બેઠેલા કારખાનેદારો હવે દિશાવિહીન પરિસ્થિતિમાં આવી ગયા છે કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે છતાં કેન્દ્ર સરકારે ટફ સ્કીમ બંધ થવાની વિકલ્પ રૂપે TTDS ના અમલ કે તેની કોઇ જ ઘોષણા કરી નથી.
  • એવા ઘણા કારખાનેદારો છે જેમણે શહેરની જુદી જુદી બેંકોમાંથી નવી મશીનરી ખરીદવા માટેની લોન લીધી છે અને તેના સેંકશન લેટર પણ ઇશ્યુ થઇ ચૂક્યા હતા.
  • પંરતુ ટફમાં તેઓ એલિજિબલ થઇ શકે તેમ ન હતા.
  • આથી TTDS ના ભરોસે બેઠા હતા .
  • હવે TTDS સ્કીમ ક્યારે લોંચ થશે તે અંગે ન તો વાણિજ્યમ મંત્રાલય કોઇ ફોડ પાડી રહ્યું છે કે ન તો ટેક્ષટાઇલ મંત્રાલય. હાલ તો Surat માં નવા ટેક્ષટાઇલ કારખાનાઓના પ્રોજેક્ટને બ્રેક લાગી ચૂકી છે.

Surat Textile : ટેક્ષટાઇલ મંત્રી સુરતના સાંસદ હોવા છતાં સબસિડીમાં બ્લેકઆઉટ પીરિયડ આવ્યો

  • Surat ના ટેક્ષટાઇલ(Textile) ઉદ્યોગમાં એવો ગણગણાટ છે કે કેન્દ્ર સરકારે ટફ સ્કીમની અવેજીમાં TTDS સ્કીમનો ડ્રાફટ રજૂ કરીને સ્થાનિક ઉદ્યોગકારો સાથે તે અંગે ચર્ચા પણ કરી હતી.
  • પરંતુ , તા .31 મી માર્ચ 2022 નારોજ ટફ સ્કીમ પૂરી કરવાની ઘોષણા કરી હતી.
  • જોકે , તા .1 લી એપ્રિલ 2022 થી તેની અવેજીમાં ટેક્ષટાઇલ ઉદ્યોગને સબસિડી મળી શકે તેવી TTDS  સ્કીમનીકોઇ જ ઘોષણા કરી નથી.
  • ઉદ્યોગકારોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે ટફ સ્કીમનો આખા દેશમાં સૌથી વધુ લાભ Surat ના ટેક્ષટાઇલ(Textile) ઉધોગકારોએ લીધો છે અને ભવિષ્યમાં પણ Surat ના ઉદ્યોગકારો જ લાભ લેવાના છે.
  • પરંતુ , ટેક્ષટાઇલ (Textile) મંત્રી ખુદ સુરતના હોવા છતાં તેઓ પણ સબસિડી(Subsidy)  યોજનામાં બ્લેકઆઉટપિરીયડને અટકાવી શક્યા નથી.

તમે પણ આ વાંચી શકો છો –

CNG price hike : પેટ્રોલ-ડીઝલ બાદ CNG ના ભાવમાં ભડકો

તમે પણ આ વાંચી શકો છો –

licensees suspended : Surat કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ સસ્પેન્ડ

SHARE

Related stories

Latest stories