HomeGujaratStrike of Surat Civil Doctors : સુરતમાં ડોક્ટરોની હડતાળનો બીજા દિવસે યથાવત...

Strike of Surat Civil Doctors : સુરતમાં ડોક્ટરોની હડતાળનો બીજા દિવસે યથાવત – India News Gujarat

Date:

Surat Civil માં બીજા દિવસે પણ Doctors હડતાળ(Strike) પર 

Strike of Surat Civil Doctors: સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાડોક્ટરો, શિક્ષકો તેમજ અધિકારીઓ એનપીપીએમાં વધારા સહિતની માંગણીઓને લઈ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ Strike  પાડી છે. જેથી સિવિલમાં સોમવારે 100થી વધુ પ્લાન સર્જરી ટાળવામાં આવી હતી.સોમવારે માંગ ન સ્વીકારતા આજે બીજા દિવસે પણ તબીબો Strike હડતાળ પર રહ્યા હતા. અને Surat Civil હોસ્પિટલ કેમ્પસમાં ડોકટરો દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Surat શહેર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 10 હજાર કરતા વધુ ડોકટરો સતત બીજા દિવસે પોતાની માંગને લઈ હડતાળ Strike પર ઉતર્યા છે.ત્યારે આજે બીજા દિવસે પણ ડોકટરો હડતાળ પર રહેતા  Surat Civil હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.– LATEST NEWS SURAT

Doctors લડી લેવાના મૂડમાં – India News Gujarat

કોરોનાકાળ દરમિયાન રાત-દિવસ ફરજ બજાવનારા તબીબોની પડતર માગણીઓનો ઉકલ ન આવતાં રાજ્યના 10 હજારથી વધુ સરકારી તબીબો સોમવારથી થી હડતાળ  Strike પર ઊતરી ગયા છે. Surat Civil ડોક્ટરો દ્વારા આજે તેમની પડતર માગણીઓને લઇને વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ Strike ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.– LATEST NEWS SURAT

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી Doctors સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ Strike પર ઊતર્યા છે.

ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ Strike કરવામાં આવી હતી

ડોક્ટર દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને Strike હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે Strike હડતાળ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે Surat Civil ડોક્ટરોની Strike હડતાળને કારણે હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

છેલ્લાં 3 વર્ષથી ડોક્ટરોના ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી અને પ્રમોશન સહિતની માગણીઓ કરી રહ્યા છે.

બીજી તરફ આરોગ્યકર્મચારીઓની માગણીઓ કરી છે કે નર્સ, એફએચડબ્યુ, લેબ-ટેક્નિશિયન, સ્ટાફ નર્સ જેવા અલગ અલગ 7 વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે. અગાઉ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં માગણીઓ સંતોષવામાં આવી નથી.– LATEST NEWS SURAT

તબીબોની માગણીઓ

  • ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી,
  • કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા
  • ગ્રેડ પે વધારવો 1900ના જૂના ગ્રેડ પેને 2800 કરવો,
  • જૂની પેન્શન યોજના લાગુ કરવી,
  • પ્રમોશનો સહિતની માગણીઓનો નિવેડો 

Surat Civil હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર એ જણાવ્યું હતું કે ડોક્ટર્સ હડતાલ પરઉતરતા તેની અસર જોવા મળી છે. હાલ કોન્ટ્રાક્ટર હોય તેવા તબીબો ઈમરજન્સી અને અન્ય જગ્યાએ કામ કરી રહ્યા છે. ઓપીડી પણ રાબેતા મુજબ ચાલુ છે તેની સાથે રોજ થતા ઓપરેશન થોડો ઘટાડો આવ્યો છે. આજે સાંજ સુધી કેટલા ઓપરેશન ઘટે તે જાણવા મળી શકે છે.– LATEST NEWS SURAT

તમે આ વાંચી શકો છો: Gold smuggling busted : Surat Airport પર શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

તમે આ વાંચી શકો છો: licensees suspended : Surat કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ સસ્પેન્ડ

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories