HomeGujaratMediclaim denied : મેડીક્લેઈમ તપાસમાં ખાનગી તપાસ એજન્સીઓની "તાનાશાહી" -India News Gujarat

Mediclaim denied : મેડીક્લેઈમ તપાસમાં ખાનગી તપાસ એજન્સીઓની “તાનાશાહી” -India News Gujarat

Date:

ખાનગી તપાસ એજન્સીઓ દ્વારા શા માટે Mediclaim નકારવામાં આવે છે -India News Gujarat

આજની આ કાળઝાળ મોંઘવારીનાસમયમાં માનવીને જ્યારે ખર્ચાના બે છેડા ભેગાકરતા નાકે દમ આવે છે, ત્યારે દરેક માનવીપોતાના પરિવાર પર અચાનક આવતા કોઈપણખર્ચને પહોંચી વળવા રઘવાયો બની જેમતેમ એ ખર્ચ કાઢતો હોય છે. આવા અચાનક ખર્ચમાં એકખર્ચ છે માંદગી, અકસ્માત અને એવા ઘણા રોગોજેમાં દર્દીએ હોસ્પિટલમાં દાખલ થઈ ખર્ચ કરવોજ પડે છે. અને આવા અચાનક આવતા ખર્ચનેપહોંચી વળવા દરેક પરિવાર Mediclaim લેતો થયો છે, કારણ કે ક્યારે હોસ્પિટલમાં જવું પડેએનું નક્કી નથી હોતું! એટલા માટે એ Mediclaim લઈને નિશ્ચિત થઈ જાય છે.

પરંતુ આ Mediclaim પાસ કરવા માટે Mediclaim તપાસના નામે કેટલીક કહેવાતીખાનગી તપાસ એજન્સીઓ દ્વારા કાયદેસર અને જેન્યુઅન દર્દીને પણ જે રીતે માનસિક ત્રાસ સાથેટોર્ચર કરીને માત્રને માત્ર મેડીક્લેઈમ એજન્સીઓનોે”ફાયદો” નજર સમક્ષ રાખીને આવા જેન્યુઅન દર્દીઓના સાચા ક્લેઈમ નકારવામાં આવે છે ત્યારે જે દશા દર્દીની થતી હોય છે એની આ મેડીકલ માફીયાઓને જરા પણ અસર થતી. ઉપરથી ક્લેઈમનકારી “પીચાશી” હટ્ટહાસ્ય કરતા હોય છે.-Latest Gujarati News 

  • Mediclaim તપાસના નામે કેટલીક કહેવાતી ખાનગી તપાસ એજન્સીઓ દ્વારા કાયદેસર અને જેન્યુઅન દર્દીને પણ જે રીતે માનસિક ત્રાસ સાથે ટોર્ચર કરીને માત્રને માત્ર Mediclaim એજન્સીઓને “ફાયદો” નજર સમક્ષ રાખીને આવા જેન્યુઅન દર્દીઓના સાચા ક્લેઈમ નકારવામાં આવે છે.

સુરતમાં આવી Mediclaim તપાસનાનામે કહેવાતી બની બેઠેલી ખાનગી તપાસએજન્સીઓના “ત્રાસ” અંગે જ્યારે અમારી  ટીમને આવી તપાસ એજન્સીઓના ત્રાસનો ભોગ બનેલા દર્દીઓના નામ નહીં આપવાની શર્તે આવી એજન્સીઓના”પ્રોપરગંડા” વિશે જણાવ્યું હતું જે જાણી વાંચકો પણ “સ્તબ્ધ” થઈ જાય તો નવાઈ નહીં.

કોરોના કાળમાં મોટાભાગના લોકોએ Mediclaim કરાવ્યા 

તપાસ એજન્સીઓના માથાભારેઈન્વેસ્ટીગેશન ઓફિસરોના ત્રાસનો ભોગ બનેલાઓની આવેલી ફરિયાદોને ધ્યાનમાંલઈને એ અંગે જ્યારે અમારી ટીમેવધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ હકીકત ધ્યાનમાં આવી હતી કે અત્યારના સમયમાં કોરોના કાળને લઈને સુરતમાં મોટાભાગના લોકો મેડીકલ ઈન્સ્યોરન્સ Mediclaim લઈને હોસ્પિટલના મોટા ભાગના ખર્ચાઓથી નંચિત થઈ ગયા હતા. એને કારણે Mediclaim પોલીસીઓનું વેચાણ ખૂબ વધી ગયુ હતું.

આ રીતે વર્ષોથી ધૂમ નફો કરતીઆવી insurance  કંપનીઓને કોરોનાની બિમારીને કારણે મેડીક્લેઈમનું ચુકવણું કરવાનું ભારણ વધી જતા હવે જાણે કે એને સરભર કરવા માટે ઘણી બધી કંપનીઓ અને TPA (થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટીવ) દ્વારા ખાનગી તપાસ એજન્સીઓને વધુમાં વધુ ક્લેઈમ રીજેક્ટ કરવાનો “ગર્ભિત” આદેશ આપ્યો હોય એ રીતે દર્દીઓ સાથેના ઈન્વેસ્ટીગેશન ઓફીસરોના વાણી અને વર્તન જોતા લાગી રહ્યું છે જેમાં દાદાગીરી સિવાય કશું જ નથી હોતું!-Latest Gujarati News 

ડોક્ટરોને insurance કંપનીમાં બ્લેક લીસ્ટમાં મુકાવી દેવાની ખુલ્લી ધમકી

  • આ બાબતે જો કોઈ કાયદાનો જાણકાર દર્દી કે ડોક્ટર તપાસ એજન્સીના માથાભારે માણસોને કાયદેસરની વાત કરવાનું જણાવે કે તરત જ આવા આખા બોલા ડોક્ટરોને ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્લેક લીસ્ટમાં મુકાવી દેવાની ખુલ્લી ધમકી આપવા સાથે પોલીસમાં ધસડી જવાની અને હોસ્પિટલને બદનામ કરીને ડોક્ટરની પ્રતિષ્ઠાને પણ સમાજમાં બદનામ કરવાનું કહેતા પણ કંપનીના માણસો ડરતા નથી હોતા!
  • આવા “પ્રોપરગંડા” ઘણા સમયથી ક્લેઈમ તપાસ એજન્સીઓના ઈન્વેસ્ટીગેશન ઓફીસરો દ્વારા કરાઈ રહ્યા હોવાનું પણ અમારી ટીમના ધ્યાનમાં આવતા જ અને આવા પ્રોપરગંડાઓને કારણે શહેરની ઘણી પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને સાચા ડોક્ટરો જાણે કે લાખો કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા હોય એ રીતે એમને બદનામ કરાઈ રહ્યાં છે.-Latest Gujarati News 
  • દાદાગીરી કરવા સાથે દર્દી અને ડોક્ટરોને માનસિક ત્રાસ -India News Gujarat

હકીકતમાં જ્યારે કોઈપણ મોટું કૌભાંડ થયું હોય કે થતું હોય તો એમાં ખાનગી તપાસ એજન્સીઓ અને ઈન્સ્યોરન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ જેવા મોટા માથાઓની “મૂક” સંમતિ વગર શક્ય બને ખરૂં?

આવી ગંભીર બાબતને સુરતના મોટા ડોક્ટરોના ગ્રુપો અને વિવિધ ડોક્ટર એસોસિએશનના પ્રમુખોએ ઘણી જ ગંભીરતાપૂર્વક લઈને ડોક્ટરો અને પ્રતિષ્ઠિત હોસ્પિટલોને બદનામ કરતી ખાનગી તપાસ એજન્સીઓની “ટોળકી”નો વિરોધ કરવા સાથે સ્વૈચ્છિક રીતે એનો “બહિષ્કાર” કરીને સાચા અર્થમાં insurance કંપનીના આઈકાર્ડ ધરાવતા ડોક્ટરોને જ તપાસમાં સહકાર આપવો તેમજ આવી ગંભીર બાબતના દરેક મુદ્દાઓને લઈને IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલીટી બોર્ડ ઓફ ઈિન્ડયા) સુધી લઈ જઈને અંત સુધી લડવા માટે ડોક્ટરોના વિવિધ એસોસિએશન અને ડોક્ટર ગ્રુપોએ કમર કસી છે.

ત્યારે હવે આ લડતના અંતે દાદાગીરી કરવા સાથે દર્દી અને ડોક્ટરોને માનસિક ત્રાસ આપતી ઈન્વેસ્ટીગેશન ઓફિસરોની ટોળકી પર ક્યારે લગામ કસાય છે? એ જ જોવું રહ્યું.-Latest Gujarati News 

તમે આ પણ વાંચી શકો છો: Demonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી

તમે આ પણ વાંચી શકો છો: ચેમ્બર દ્વારા health conference યોજાશે

SHARE

Related stories

Latest stories