HomeWorldFight in Assembly of Pakistan : પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં મહિલા ધારાસભ્યો બાખડી...

Fight in Assembly of Pakistan : પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં મહિલા ધારાસભ્યો બાખડી પડી, જુઓ વાયરલ વિડીયો 

Date:

Fight in Assembly of Pakistan :પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં મહિલા ધારાસભ્યો બાખડી પડી, જુઓ વાયરલ વિડીયો 

પાકિસ્તાનમાં સત્તા સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલા ધારાસભ્યો એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે. એટલું જ નહીં બંનેએ એકબીજા પર ઘણા મુક્કા પણ માર્યા હતા. શાસક પક્ષ અને વિપક્ષની મહિલાઓ આમને-સામને આવી જતાં આ બધું થયું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ પંજાબના સીએમ પસંદ કરવાને લઈને હતો, આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ક્યાંની છે ઘટના?

વાસ્તવમાં, મહિલા ધારાસભ્યો વચ્ચેની આ ઘટના પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં બની છે. આ ઘટનાનો વીડિયો એક પાકિસ્તાની પત્રકારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. કહેવામાં આવ્યું કે આ સમગ્ર વિવાદ પંજાબના નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને થયો છે. વાત એટલી વધી ગઈ કે પહેલા એકબીજા સાથે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ.

ઝપાઝપીમાં શાસક પક્ષ અને વિપક્ષની મહિલા ધારાસભ્યો

આ દરમિયાન અન્ય ઘણા ધારાસભ્યોએ પણ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં શાસક પક્ષ અને વિપક્ષની મહિલા ધારાસભ્યો જોડાઈ હતી. બૂમો પાડીને મહિલા ધારાસભ્યોએ એકબીજાને ધક્કો માર્યો અને વાળ ખેંચી લીધા. જોકે થોડી જ વારમાં તમામ સભ્યો વિધાનસભાની બહાર આવી ગયા હતા અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.

પાકિસ્તાનમાં ચૂંટણીના પડઘમ 

દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે પંજાબ પ્રાંતના ગવર્નર ચૌધરી સરવરને બરખાસ્ત કર્યા હતા અને નવા મુખ્ય પ્રધાનની ચૂંટણી મોકૂફ રાખી હતી. નેશનલ એસેમ્બલીના પગલે ચાલીને, પંજાબ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર સરદાર દોસ્ત મુહમ્મદ મજારીએ ઈમરાન ખાન સરકારને ઉથલાવી પાડવા માટે “આંતરરાષ્ટ્રીય કાવતરું” ટાંકીને મુખ્ય પ્રધાનની ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યો હતો.

 

આ પણ વાંચી શકો :PM GARIB KALYAN  અન્ન યોજના વધુ છ મહિના માટે લંબાવવામાં આવી

આ પણ વાંચી શકો :Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories