HomeGujaratNational green Tribunalના અધિકારીઓ સચિન દુર્ઘટનાની તપાસમાં આવ્યા-India News Gujarat

National green Tribunalના અધિકારીઓ સચિન દુર્ઘટનાની તપાસમાં આવ્યા-India News Gujarat

Date:

National green Tribunalના અધિકારીઓએ શું ટકોર કરી -India News Gujarat 

સુરતની સચિન જીઆઈડીસીમાં થોડા દિવસ આગાઉ ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવામાં આવતા ઉત્પન થયેલા ઝેરી ગેરના કારણે છ કામદારોના મોત થયા હતા.જે અંગે આજ રોજ National green Tribunalના અધિકારીઓની ટીમ સચિન જીઆઇડીસીની મુલાકાતે પહોંચી હતી.જ્યાં સુરત કલેકટર આયુષ ઓક પણ હાજર રહ્યા હતા. National green Tribunalના અધિકારીઓએ ઘટના સ્થળ પર જઇને તપાસ કરી હતી તેમજ સમગ્ર ઘટના બનવાના કારણોની પણ વિગતો મેળવી હતી. National green Tribunalના અધિકારીઓએ સુરતના સત્તાવાળાઓને ટકોર કરી હતી કે, યોગ્ય સંકલન જાળવી અને કાર્યવાહી થવી જોઇએ. ખાસ કરીને જ્યારે ઝેરી કેમિકલ ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતું હોય અને પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે સહેજ પણ છુટ આપી શકાય નહીં એવુ પણ તેમણે જણાવ્યું હતું. National green Tribunalના અધિકારીઓ દ્વારા અગાઉ પણ શહેરમાં આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે અંગે પણ પુછપરછ કરી હતી. -India News Gujarat

National green Tribunalની ટીમને શા માટે આવવું પડ્યું સુરતમાં -India News Gujarat 

National green Tribunalના અધિકારીઓની ટીમ સુરત આવી તેનું કારણ એ છે કે, સુરત નજીક આવેલી સચિન જીઆઇડીસી ખાતે ગત તા.6 જાન્યુઆરીના રોજ એક ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર ગેરકાયદેસર રીતે જીઆઇડીસીની ખાડીમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ખાડીમાં રહેલા કેમિકલ યુક્ત પાણી સાથે આ ઝેરી કેમિકલની રાસાયણીક પ્રક્રિયા થઇ હતી અને તેમાથી ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. આ ઝેરી ગેસની અસર નજીકમાં જ આવેલા વિશ્વાપ્રેમ ડાઇંગ હાઉસના કારીગરોને થતા 27 જેટલા કારીગરો બેભાન થઇને ઢળી પડ્યા હતા. જે પૈકી છ કામદારોના મોત થયા હતા. જ્યારે અન્ય બેભાન થયેલા કામદારોને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે National green Tribunalના અધિકારીઓની ટીમ સુરત આવી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ સુરત પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઝેરી કેમિકલ ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં કેટલાક આરોપીઓને સાપરાધ મનુષ્ય વધના ગુના હેઠળ ઝડપી પાડવામાં આવ્યા છે. -India News Gujarat

આપ આપ પણ વાંચી શકો છોઃ-Surat ranks first in Smart City Dynamic Ranking : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

 

 

 

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories