Clouds of crisis over India’s neighbors countries – ભારતના પડોશી દેશો પર સંકટના વાદળો શ્રીલંકા માં આર્થિક સંકટ તો પાકિસ્તાનમાં રાજકીય કટોકટી- India News Gujarat
Crisis over countries : કોરોના કહેરથી ઝઝૂમીને રાહતના સમાચાર મળ્યા ત્યાં જ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું. તો બીજી તરફ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાનો માહોલ છે તો શ્રીલંકા આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ચૂક્યા છે. આવા સમયમાં ચીનના વિદેશ મંત્રી અચાનક ભારતની મુલાકાતે આવી ચડયા છે.સરહદી પરિસ્થિતિ અંગે ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત અને વાતચીત કરી જોકે તેમની ભારત મુલાકાતનું સાચું કારણ આ વર્ષના અંતે ચીનના યજમાનપદે યોજાનાર બ્રિક્સ સમિટ માટે ભારતના વડાપ્રધાનની રૂબરૂ ઉપસ્થિત સુનિશ્ચિત કરવાનું હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. સમગ્ર વિશ્વ આ પરિસ્તિથીમાં ભારત પર મીટ માંડીને બેઠો છું.-India News Gujarat
શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ ની દશા ખરાબ…
ભારતના પડોશી અને પ્રવાસન ઉદ્યોગ પર નભતું શ્રીલંકા આર્થિક સંકટમાં ખરાબ રીતે ફસાયેલું છે, કોવિડ મહામારીના કારણે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગની દશા ખુબ જ ખરાબ છે. પ્રવાસન ઉદ્યોગથી શ્રીલંકાની વિદેશી મુદ્રા કમાવનાર મુખ્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે . શ્રીલંકાની 25% વસ્તી ટુરીઝમ સાથે જોડાયેલી છે. શ્રીલંકા પ્રવાસનને કારણે થતી આવકનો હિસ્સો 15 % થી ઘટીને 8 % થઇ ગયો છે.આટલું જેમ ઓછું હોય તેમ શ્રીલંકાની સેન્ટ્રલ બેન્ક દેશમાં આવતી વિદેશી મુદ્રા પર કડક નિયંત્રણો લાદ્યા છે આના પરિણામે હવે પ્રવાસન શ્રીલંકામાં પોતાના કુટુંબને પૈસા મોકલવા માટે પુરતું વળતર મળે તેવો કાળા બજારનો રસ્તો અજમાવી રહ્યા છે.જેણે એક સમાંતર અર્થવ્યવસ્થાને જન્મ આપ્યો છે.જે શ્રીલંકા માટે ઘાતક સાબિત થઈ રહી છે.-India News Gujarat
શ્રીલંકાના પ્રમુખ ગોટાબાયાના નિર્ણયો એ કર્યા પાયમાલ….
શ્રીલંકાના પ્રમુખ ગોટાબાયા સિંહાસને બેઠા ત્યારથી એવા નિર્ણયો લેવાયા કે શ્રીલંકાને પાયમાલ થવું પડ્યું છે.
હાલમાં શ્રીલંકા પાસે 20 થી 25 દિવસ આયાત માટે ચાલે તેટલી વિદેશી મુદ્રા બચી છે. ચીનની દેવા જાળમાં ફસાયેલા આ શ્રીલંકા દેવાળું ફૂંકવા જઈ રહ્યું છે. આ પરિસ્થિતિ એની પાસે પેટ્રોલ-ડિઝલ અને કેરોસીન ખરીદવા માટે પણ પૈસા નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પેટ્રોલ પંપ પર લાઇનો લાગી છે અને 48 કરતાં વધારે કલાકનો સમય લાગી લાઈનો ને કારણે હિંસક ઘટનાઓ બની રહી છે ચીનના મોટા પ્રોજેક્ટ ” બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ” માં, રોકાણ કરીને શ્રીલંકાએ પોતાનાજ પગે કુહાડી મારી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજ્ય કક્ષાએ ચીન પાસેથી જંગી ધોરણ લીધું છે અને હંબનટોટા પોર્ટ અંદાજે 1000 કરોડ રૂપિયામાં ચીને લીઝ ઉપર આપી દીધું .તાજેતર માં દેવાની શરતો ચીન ને સરળ કરવા કહ્યું તો ચીને ચોખી ના કહી દીધી છે.-India News Gujarat
ભારતમાં શરણાર્થીઓની કટોકટી સર્જાઈ શકે….
શ્રીલંકામાં મોંઘવારી અને ભૂખમરાનું અસહ્ય બનતા લોકો દેશ છોડી ભારત આવવા મજબૂર બન્યા છે જે લોકો હજુ પણ પૈસા ખર્ચી શકે છે તે લોકો 10,000 જેટલી રકમ ખર્ચી ને ભારત પહોંચી રહ્યા છે.સૂત્રો ની માધ્યમથી મળતી માહિતી મુજબ શ્રીલંકાના 16 તામિલ નાગરિક પોતાનો દેશ છોડી નાણાં આપીને હોળીથી તમિલનાડુના કાંઠે પહોંચયા જેમાં એક નવજાત શિશુ પણ હતું. ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાને હિજરત કરી ભારત આવેલા લોકોને મંડપમની શરણાર્થી શિબિરમાં મોકલ્યા છે અને હજુ આ તો શરૂઆત છે શ્રીલંકાએ ચીન પાસેથી ફરીથી મદદ મેળવવાની રજૂઆત કરી છે પણ તેમની સરકારે એના તરફ ખાસ ધ્યાન આપ્યું નથી આવી સ્થિતિમાં શ્રીલંકા આર્થિક સંકટ વધુ ઘેરુ બનશે તો ભારતમાં શરણાર્થી કટોકટી સર્જાવાની સંભાવના સેવાઈ રહી છે.-India News Gujarat
ભારતે શ્રીલંકાની મદદ માટે લંબાવ્યો હાથ….
શ્રીલંકાના અર્થશાસ્ત્રી, સાંસદ અને પૂર્વ આર્થિક સુધાર અને જાહેર વિતરણ મંત્રી ડો. હર્ષ ડિસિલ્વા: ભારત મદદ ન કરત તો અત્યાર સુધી તકલીફો વધી હોત,શ્રીલંકાનું સૌથી નજીકનું મિત્ર છે. ભારતે શ્રીલંકાની મદદ માટે હાથ લંબાવ્યો છે. ગત બે સપ્તાહમાં ભારતે શ્રીલંકા માટે જે કર્યુ છે જો એ તેણે ન કર્યુ હોત તો અમે અત્યાર સુધીમાં ખતમ થઈ ગયા હોત. ભારતે અમને ક્રેડિટ આપી છે, ઈંધણ, દવાઓ અને ખાદ્ય સામગ્રી આપી છે. અમે તેના માટે ભારતના આભારી છીએ. પરંતુ ભારતની આ મદદ શ્રીલંકાની સરકાર માટે નથી પરંતુ શ્રીલંકાના લોકો માટે છે અને આ બિલકુલ સ્પષ્ટ છે.
હું હાલમાં થોડા દિવસો અગાઉ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યો. અમે શ્રીલંકાની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. ભારતે સંકટના આ સમયમાં શ્રીલંકાના લોકોની મદદ જારી રાખવી જોઈએ. ભારત જો મદદ જારી રાખે છે તો એ અમારા માટે પર્યાપ્ત રહેશે.તેવું પોતાના ઇન્ટરવ્યુ માં જણાવ્યું છે.-India News Gujarat
શ્રીલંકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ….
શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે. કોલંબો સહિત ઘણા શહેરોમાં શનિવારની મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ ગયું છે.-India News Gujarat
પાકિસ્તાન માં પણ ઇમરાન ખાન ની સરકાર પર સંકટ ના વાદળો છવાઈ રહ્યા છે..
પાકિસ્તાની PM ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતુ કે, મારી વિરુદ્ધ વિદેશી કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. તેઓએ કહ્યું કે,દેશ વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું. જે કાવતરું આજે નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે, હું મારા સમુદાયને ચૂંટણીની તૈયારી કરવા જણાવું છું. પાકિસ્તાનની સંસદમાં આજે ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને કલમ 5 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ સંસદ 25 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.-India News Gujarat
આમ સમગ્ર વિશ્વ આજે ભારત તરફ મિટ માંડી ને બેઠું છે.આવનારો સમય અને ભારત ની ભૂમિકા પર અનેકો તર્ક વિતર્ક કરાઈ રહ્યાં છે…
આ પણ વાંચો : Pakistan Political Crisis Update: પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ એસેમ્બલી કરી ભંગ – India News Gujarat
આ પણ વાંચો : Gautam Adani ને મળી 2 મોટી સફળતા, મુકેશ અંબાણીવને પાછળ છોડી દીધા-India News Gujarat