HomeGujaratSurat Range IG gives cash prize to girl for her bravery :...

Surat Range IG gives cash prize to girl for her bravery : યુવતીને બહાદુરી બદલ રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યું – India News Gujarat

Date:

Suratની  યુવતીએ લૂંટારુઓને ઉભી પૂંછડીએ ભગાડયા – India News Gujarat

Surat ના પલસાણા માં 20 વર્ષની યુવતીએ ઘરમાં લૂંટ કરવાના ઇરાદે ઘુસેલા લૂંટારુઓને આપી જબરદસ્ત ટક્કર આપી હતી. તેમજ હાથમાંથી લોહી નીકળતું રહ્યું છતાં લૂંટારુઓને ઉભી પૂંછડીએ ભગાડયા હતા. ત્યારે સુરત Range IG રાજકુમાર પાંડિયન દ્વારા આ બાબતે યુવતીની પ્રશંસા કરી અને યુવતીનું મનોબળ વધે તે માટે 10 હજારનું રોકડ ઇનામ પણ આપવા માટે પહોંચ્યા હતા સુરત જિલ્લા એસપી ઉષા રાડા પણ સાથે પહોંચ્યા હતા.અને ઇનામ આપ્યું હતું.

હિંમતપૂર્વક ડર્યા વિના લૂંટારુઓનો સામનો કર્યો 

આમ તો ગુજરાતમાં આ કિસ્સો બીજી યુવતીઓએ શીખવા જેવો છે. છોકરીઓએ શીખેલી સેલ્ફ ડિફેન્સની ટેકનીક કેટલી કામ લાગી શકે છે તે સુરતમાં બનેલા એક બનાવ પરથી સમજી શકાય છે.  પલસાણા વિસ્તારમાં રામ કબીર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં ચોરી અને લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલા લૂંટારાઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને ત્રણે લૂંટારાઓએ યુવતીના હાથના ભાગે ચપ્પુ વડે ઈજા પણ કરી હતી છતાં પણ યુવતીએ ગભરાયા વગર હિંમત હારી ન હતી અને લૂંટારૂઓને હિંમતપૂર્વક સામનો કર્યો હતો જેના કારણે લૂંટારૂઓને ભાગી જવાની ફરજ પડી હતી. – Latest News

સેલ્ફ ડિફેન્સની ટેકનીકના આધારે તેણે લૂંટારુઓનો સામનો કર્યો

Surat ના પલસાણામાં ચલથાણ વિસ્તારમાં રહેતી અને બારડોલીની પાટીદાર સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પરીક્ષા હોવાથી રાત્રે વાંચન કરતી હતી. તે સમયે ઘરના પાછળના ભાગે જોરથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આપ્યો હતો. અને ઘરમાં અંધારું હોવાથી જોકે થોડી જ વારમાં લાઈટ પાછી આવતા એક વ્યક્તિના હાથમાં ચપ્પુ લઈને ઉભો હતો અને તે વિદ્યાર્થીને મારવાનો પ્રયત્ન કરવા દોડી આવ્યો હતો.જોકે તે સમયે વિદ્યાર્થીનીને કોલેજમાં શીખવેલી સેલ્ફ ડિફેન્સની ટેકનીકના કેટલાક સ્ટેપ ના આધારે તેણે લૂંટારુઓનો હિંમતપૂર્વક ડર્યા વિના સામનો કર્યો હતો.

– Latest News

યુવતીના જમણા હાથમાં વાગી ગયું હતું છતાં પણ તેણે સામનો કર્યો 

મહત્વની વાત તો એ છે કે યુવતીની હિંમતને દાદ આપવી જોઈએ જો કે લુંટારા હાથમાં રહેલી ચપ્પુ યુવતીના જમણા હાથમાં વાગી ગયું હતું છતાં પણ તેણે હિંમત પૂર્વક સામનો કરીને લૂંટારું પકડીને બૂમાબૂમ કરી હતી. આ લુટારુઓ યુવતીના ઘરમાં લૂંટ કરવાના ઇરાદે આપ્યા હતા. જ્યારે બીજી બાજુ અન્ય એક લૂંટારુએ તે વિદ્યાર્થીનીની નાની બહેનને ગળા પર પણ ચપ્પુ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તે લૂંટારા તરફ તરત દોડીને ભાગી હતી અને તેને પણ ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો.

વિદ્યાર્થીની ને 10 હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું – India News Gujarat

આ દરમિયાન ઘરના અન્ય સભ્યો જાગી જતા પરિવારે બૂમાબૂમ કરી દીધી હતી. જેથી ગભરાયેલા લુટારુઓ રસોડાનો એક ડબ્બો લઈને પાછળના બારણેથી દીવાલ કૂદીને ભાગી ગયા હતા.યુવતીને લોહીલુહાણ હાલતમાં જોઇને તેના માતા-પિતા ગભરાઈ ગયાં હતાં અને કડોદરા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેના હાથના ભાગે 24 ટાકા આવ્યા હતા તે પછી પોલીસને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. આમ આ હિંમત જોઈને સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન પોતાની ટીમ સાથે પલસાણા ખાતે આ યુવતીના ઘરે પહોંચ્યા હતા અને વિદ્યર્થીની સાથે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીનું પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીની ને 10 હાજર નું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

– Latest News

તમે આ વાંચી શકો છો: Surat SMC PPP-ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

તમે આ વાંચી શકો છો: Corporator કુંદન કોઠીયા ભાજપમાંથી ફરી આપમાં જોડાયા

SHARE

Related stories

Latest stories